Skip to content Skip to sidebar Skip to footer

There are many benefits to reading good books in Gujarati language

બુક્સ વાચવાથી થતાં ફાયદાઓ ગુજરાતીમાં

ગુજરાતી માં બુક્સ વાચવા થી ઘણા બધા ફાયદાઓ થાય છે.બાળકો અત્યારના સમય માં બુક્સ વાચતા હોતા નથી પરંતુ જો તેઓ બુક્સ વાચસે તો તેનું મગજ વાચવા માટે પ્રેરિત થશે અને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ માં તેમને કોઈ પણ જાતની તકલીફ નહિ પડે બુક્સ વચવાથી થતાં ફાયદાઓ નીચે મુજબ છે.

1.માનસિક ઉત્તેજના

બુક્સ વાચવાથી તમને માનસિક રીતે ઉત્તેજના મળશે જેથી કરી તમને વાચવામાં કંટાળો નહિ આવે .વાંચન થી તમારું મગજ સતત સક્રિય રહે છે અને શરીર ની શક્તિ ગુમાવવાથી રોકે છે.જેમ શરીર ને કસરત ની જરૂર હોય છે તેમ મગજ ને પણ કસરત ની જરૂર હોય છે પણ મગજ ની કસરત એટલે વાંચન તે પછી છાપુ કે મહાભારત કે ગીતાજી કે કોઈ અન્ય પુસ્તક હોઈ સકે છે.

2.તણાવ માં ઘટાડો

તમે તમારા દૈનિક જીવન માં ઘણી બધી મુશ્કેલી નો સામનો કરતા હસો તેમાં તમારે પારિવારિક સમસ્યાઓ હસે સામાજિક હસે કોઈ વ્યક્તિગત હસે અને આ સિવાયની પણ ઘણી બધી હસે પરંતુ જો તમે કોઈ નવલકથા કે તમને ગમતી બુક્સ વાચ્છો તો તમને એ તમારું ધ્યાન મુશ્કેલી માંથી બીજી તરફ લઈ જઈ શકે છે.

3.જ્ઞાન

બુક્સ નું વાંચન કરવાથી તમારા જ્ઞાન માં વધારો થશે. તમે જો કોઈ ધંધો પણ કરતા હસોત તમને એ જ્ઞાન કામ આવશે ભલે એ ડાયરેક્ટ રીતે મદદરૂપ ન થાય પરંતુ ઇન્ડિરેક્ટ રીતે કામ આવશે તમને આત્મવિશ્વાસ વધશે જેથી સ્પષ્ટ રીતે બોલી શકશો.

4.મેમરી સુધારણા

જ્યારે તમે કોઈ બુક્સ વચસો તો તેનાથી તમારી મેમરી માં જે શબ્દો છે તેમાં વધારો થશે અને જો તમે કોઈ શબ્દ નું ખોટું ઉચ્ચારણ કરતાં હસો તો તે પણ સાચું કરી સકસો. આપણું મગજ સરળતાથી નવી નવી વસ્તુઓ ને યાદ કરી સકેસે તે પણ કેટલું સરસ છે.માટે બુક્સ વાંચન જરૂરી છે.

5.મજબૂત વિચાર કરવાની કુશળતા

જો તમે ક્યારેક એવી રહસ્ય મયી બુક્સ વચી હસેત તમને ખબર હસે કે છેલ્લે એનું જે રહસ્ય હસે એ આવશે પરંતુ કેટલીક વખત તમે પૂરી બુક્સ વાચ્યા પહેલાજ તેનું રહસ્ય ઉકેલી લીધું હસે તે બુક્સ વાંચન ના કારણેજ થાય છે.

6.લખવાની કુશળતા 

તમારામાં કેટલી કુશળતા છે એ પણ તમારી પાસે રહેલા જ્ઞાન એટલે તમે વાંચેલું નોલેજ છે તેનો ઉપયોગ કરીને લખી શકાય છે પરીક્ષા આપતા વિદ્યાર્થી ને પણ વાંચેલું જે છે તેજ ઉપયોગી થતું હોય છે તમે કોઈ પણ બુક્સ લક્સો તો તેમાં પણ તમારી પાસે જો ઉપલબ્ધ પ્રમાણ માં શબ્દ ભંડોળ નહિ હોય તો તમે લખી શકસો નહિ માટે વાંચન ખુબજ જરૂરી છે.

ઉપર જણાવેલ મુદ્દાઓ જે વાંચન કરવાથી થતાં ફાયદાઓ છે.આ સિવાય ના પણ ઘણા બધા ફાયદા છે પણ મુખ્ય રૂપે જે હતા તે ઉપર મુજબ છે સારું સંભાળવું અને વાંચવું એ ખુબજ મહત્વનું છે. ગાંધીજી પણ બુક્સ વાંચવાના શોખીન હતા જરૂરી નથી કે તમે કોઈ ધાર્મિક ગ્રંથ અજ વાચો પરંતુ તમને જે યોગ્ય લાગે એ વાચો જે તમારા ભવિષ્ય માટે ખુબજ ઉપયોગી થશે.....

ટિપ્પણી પોસ્ટ કરો for "There are many benefits to reading good books in Gujarati language"