Skip to content Skip to sidebar Skip to footer

RAM MADHIRE MARI RAM MADHI LYRICS ગામના છેડે મારી રામ મઢી

 

ગામના છેડે મારી રામ મઢી

કલાકાર -  નિરંજન પંડ્યા

શબ્દો -  પ્રાચીન શબ્દો

મ્યુઝીક - શામજી બારોટ

લેબલ - સૂર મંદિર

આલ્બમ - ગોવિંદ વાણી ૪   

તાલ - હીંચ , એક તાલી , ડબલ હીંચ

 

રામ મઢીરે મારી રામ મઢી

ગામના છેડે મારી રામ મઢી

ભગતો આવો વાલા ભેળા રે મળી ...

ગામના છેડે મારી રામ મઢી...


કુટુંબ કબીલો મેં છોડી રે દીધો

ભગવો ભેખ મે તો પેરી રે લીધો ()

હરી ના ભજન ની હેલી ચડી...

ગામના છેડે મારી રામ મઢી...

 

આઠે પહોર હું તો અલખ આરાધુ

મારી મઢુલી યે આવે સંત ને સાધુ ()

સત્સંગ રસની પ્યાલી ભરી...

ગામના છેડે મારી રામ મઢી...

  

બાજરા ના રોટલાને શાક હું બનાવુ

સંતો ભગતોને હું તો ભાવથી જમાડુ ()

 ભાવે જમાળું હું તો ખીચડીને કઢી...

ગામના છેડે મારી રામ મઢી...

 

નાની એવી મઢુલી ને મન મારું મોટું

બેસી રેવું છે હવે દેવી નથી દોટુ ()

રામ રટવાની મને ટેવ પડી...

ગામના છેડે મારી રામ મઢી...

 

રામ ના ભરોસે ભાઈ હાલે છે ગાડી

મઢુલીની ચારે કોર બનાવી છે વાડી ()

ફળ ફૂલની જુઓ ટોપલિયું ભરી...

ગામના છેડે મારી રામ મઢી...

 

સવાર-સાંજ ભાઇ ઉતરે છે આરતી

ઝળહળતી જ્યોતું ને દુઃખ સુગંધ આવતી()

નોબત નગારા ને વાગે ઝાલરી....

ગામના છેડે મારી રામ મઢી...

 

ગોવિંદ મેર કે આનંદ આઠે પોર છે

નંદનો રે કિશોર મારા ચિતડાનો ચોર છે ()

એના રે ભજનની મને ખુમારી ચડી....

ગામના છેડે મારી રામ મઢી...

 

ભગતો આવો વાલા ભેળા રે મળી ...

ગામના છેડે મારી રામ મઢી... 

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.



ટિપ્પણી પોસ્ટ કરો for "RAM MADHIRE MARI RAM MADHI LYRICS ગામના છેડે મારી રામ મઢી"