Skip to content Skip to sidebar Skip to footer

TAMONE PRAPT KARVA તમોને પ્રાપ્ત કરવા


તમોને પ્રાપ્ત કરવા
કલાકાર - પ્રાણલાલ વ્યાસ
શબ્દો - નાઝીર દેખૈયા
તાલ - ઠેકા , ગઝલ તાલ

અનમોલ અવસર હાથથી , જૂટવાઈ જાય છે ,
પતંગા દોડ જલ્દી કર , સમા બુઝાઈ જાય છે .

જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી ,
કહે છે પુત્ર ના પગ પારણે , પરખાઈ જાય છે .

હું બિંદુ છું મજા મૂકી દઉં તો , નવાઈ સી ,
ઘણી વેળા સમંદર પણ સલકાઈ જાય છે .

નકામા ના કદી સમજો તમે , અજ્ઞાની ને જ્ઞાની ,
આ કિંમત કંચન તણી પથ્થર થકી માપાઈ જાય છે .

વલણ અવળું નિહાળીને વિશ્વ નું કાગમ કરો નાઝિર
સમય બદલાય છે ત્યારે બધું બદલાય જાય છે .

આ જગત સતરંજ ની બાજી છે એમાં વિચારી ચાલજે નાઝિર
જરા ચૂકિયે જીતેલું હાર માં પલટાઈ જાય છે

તમોને પ્રાપ્ત કરવા સુ હુ મારી પત ગુમાવી દઉં
નમન વિનજો મળો મુજને મસ્તક જુકાવી દઉં

પ્રભુ તારી દુઆ થી જો બચું હું મોતના મુખથી ,
તો હકીકત માં કહુ છું કાળને થપ્પડ લગાવી દઉ

સમય આવે કોયના દરબદર ની ઠોકરો ખાવા ,
એ પહેલા હુજ મારી જાતને ઠોકર લગાવી દઉ

મને નાસ્તિક સમજનારા ઓ મનોબળ મારું જાણે છે ,
અને અગર આસ્તિક બનુ પથરા ને પણ ઈશ્વર બનાવી દઉ

તમારો સાથ જો મુજને મળી જાયે સદા ને માટે ,
તો નાઝિર વા જગત ને બ્રહ્મ સુ છે એ બતાવી દઉ.


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "TAMONE PRAPT KARVA તમોને પ્રાપ્ત કરવા"