Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાતી સાખી Gujrati Sakhi doha

 

કલાકાર -  દેવાંગી પટેલ
શબ્દો - મિક્ષ પ્રાચીન શબ્દો
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય


સદાય ભવાની સહાય કરો 

અને સન્મુખ રહો ગુણેશ,

પંચદેવ મળી રક્ષા કરો

ગુરૂ બ્રમ્હા વિષ્ણુ મહેશ.

 

ફિકર સબકો ખા ગઈ,

ફિકર સબકા પીર,

ફિકરકી ફાકી કરે,

ઉનકા નામ ફકીર.

 

નામ લીયા ઉસને જાન લીયા,

સકલ શાસ્ત્રકા ભેદ,

બિના નામ નરકે ગયા

પઢ પઢ ચારોં વેદ.

 

રામ નામ રટતે રહો અને

ધરી રાખો મનમાં ધીર,

કોઈ દિન કાર્ય સુધારશે

કૃપા સિંધુ રઘુવીર.

 

અક્કલ ઉધારે ના મળે,

હેત ના હાટ વેચાય,

રૂપ ઉછીનું ના મળે

પ્રીત પરાણે ના થાય

 

આનંદ કયો કે પરમાનંદ

માણસે માણસે ફેર,

એક લાખ દેતા નવ મળે

એક તાંબા ના તેર.

 

નજર ને નજર સે 

મુલાકાત કરલી,

દો નો ખામોશ રહે 

ઔર બાત કરલી.

 

ક્યા દેખતા હૈ દુરસે 

નજદીક આકર દેખલે,

ઔર બાતે બનાના છોડ દે

પંજા લડાકે દેખલે.


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "ગુજરાતી સાખી Gujrati Sakhi doha"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.