Skip to content Skip to sidebar Skip to footer

Maniyaro Garba Lyrics મણિયારો લિરિક્સ ગુજરાતીમાં

મણિયારો લિરિક્સ ગુજરાતીમાં
કલાકાર - વિજય સુવાડા
મ્યુઝિક - મયુર નડિયા
શબ્દો - મનોજ પ્રજાપતિ
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - હીંચ,એક તાળી,ગરબા,દાંડીયારાસ

હો રાધા મનાવે ના જાવો મારા શ્યામ
હો રાધા મનાવે ના જાવો મારા શ્યામ
હો શ્યામ વિના સુના અમારા નામ
હો સુનુ સુનુ લાગશે અમને ગોકુળિયું ને સુનુ લાગે વનરાવન
છોડીને ના જાવ અમને શામળિયા કહે છે રાધાનું મન
કહે છે રાધાનું મન

એ..હે..હે..ક્રિષ્ન ભગવાન હાલ્યા
એ..હે..હે..ક્રિષ્ન ભગવાન હાલ્યા
દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેસ
કે હોવે..હોવે..હે..લીધો મણિયારા વાળો વેસ
કે હું તો તને વારી જાવું રે મણિયારા
કે હું તો તને વારી જાવું રે મણિયારા

હો પ્રીત બાંધી તો કાના તમે નિભાવજો
ગોકુળની શેરિયોમાં મળવાને
હો ઢોલના ધબકારે રાસ તો રસાય છે
વાંસળીના સુર વિના મનડું રે મુંજાય છે
હો યાદ આવશે અમને મીઠી મુલાકાતો
નહીં ભુલાય વાતો
હાથમા મારા હાથ છે તમારો પ્રેમ મારો છે સાચો
પ્રેમ મારો છે સાચો

એ..હે..હે..ક્રિષ્ન ભગવાન હાલ્યા
એ..હે..હે..ક્રિષ્ન ભગવાન હાલ્યા
દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેસ
કે હોવે..હોવે..હે..લીધો મણિયારા વાળો વેસ
કે હું તો તને વારી જાવું રે મણિયારા
કે હું તો તને વારી જાવું રે મણિયારા

હો તન મન ને હૈયું તમને દીધું છે
બદલામાં વિરહનું દર્દ રે લીધું છે
હો યાદ આવશે તમારી દિવસને રાતો
કરશું કોને જઈ દિલની રે વાતો
હો હસતા મુખડે જાજો મારા વાલા
આંખમાં આંશુ આવે નઈ
યાદ કરશે આખી દુનિયા કે પ્રેમમાં રાધા દીવાની થઇ
રાધા દીવાની થઇ

એ..હે..હે..ક્રિષ્ન ભગવાન હાલ્યા
એ..હે..હે..ક્રિષ્ન ભગવાન હાલ્યા
દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેસ
કે હોવે..હોવે..હે..લીધો મણિયારા વાળો વેસ
કે હું તો તને વારી જાવું રે મણિયારા
કે હું તો તને વારી જાવું રે મણિયારા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Maniyaro lyrics in gujarati

ટિપ્પણી પોસ્ટ કરો for "Maniyaro Garba Lyrics મણિયારો લિરિક્સ ગુજરાતીમાં"