Skip to content Skip to sidebar Skip to footer

Mane Lai Jane Tari Sangath Lyrics In Gujarati મને લઇ જા ને તારી સંગાથ ગુજરાતીમાં

મને લઇ જા ને તારી સંગાથ
કલાકાર - અલ્પા પટેલ
મ્યુઝિક - અજય વાઘેશ્વરી
શબ્દો - કવી કે દાન
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - હીંચ , ગરબા , દાંડીયારાસ

મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી
કાના આવે છે , તારી બહુ યાદ , તારા વિના ગમતું નથી
મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..
મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી

નૈને નિદ્રા ના આવે , ઝબકી ને જાગતી , વેરણ વિરહ ની રાત
માંડ માંડ પડે છે પ્રભાત , તારા વિના ગમતું નથી
મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..
મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી

સૂનું વનરાવન ને ગાયોનો ગોંદરો ,સૂનો યમનાનો ઘાટ
સૂના લાગે કદમ ના ઝાડ , તારા વિના ગમતું નથી
મને લઇ જા.. લઇ જા.. લઇ જા… ને લઇ જા..
મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી

કવી  કેદાન કે રાધા હજુ નથી માનતી, આવું કરે નઈ મારો કાન
રાધા જુરે છે દિવસ ને રાત,કે તારા વિના ગમતું નથી
મને લઇ જા.. લઇ જા.. લઇ જા… રે લઇ જા..
મને લઇ જા ને તારી સંગાથ , તારા વિના ગમતું નથી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mane Lai Jane Tari Sangath Lyrics In Gujarati મને લઇ જા ને તારી સંગાથ ગુજરાતીમાં"