Skip to content Skip to sidebar Skip to footer

Jogi Chalo Gebne Gam Lyrics In Gujarati જોગી ચલો ગેબને ગામ ગુજરાતીમાં

જોગી ચલો ગેબને ગામ
કલાકાર - વિનોદ પટેલ
મ્યુઝિક - શૈલેષ ઠક્કર
શબ્દો - વેણીભાઈ પુરોહિત
તાલ - કેહરવા

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ...

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ...

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Jogi Chalo Gebne Gam Lyrics In Gujarati જોગી ચલો ગેબને ગામ ગુજરાતીમાં"