MOGAL HUKAM NI HAKDAR LYRICS IN GUJARATI મોગલ હુકમ ની હકદાર
મોગલ હુકમ ની હકદાર
કલાકાર - પરેશદાન ગઢવી
શબ્દો - કવિ કે દાન
તાલ - ડબલ હીંચ
મોગલ હુકમ ની હકદાર
માં તું કોરટ ને કિરતાર
સમરથ તું સરકાર અમાણું
તું છો માને બાપ (૨)
એ હા મોગલ હા મોગલ હા મોગલ.. (૨)
વણગુ ને વણવાકે કોઈ
આડા ઓડા બાંધતા,
છોરું ને સંતાપે માઈ
મારગ રોકી રાખતા,
માં તો પળમાં પોચી જાય
મોગલ ધારે એવું થાય
સમરથ તું સરકાર અમાણું
તું છો માને બાપ (૨)
એ હા મોગલ હા મોગલ હા મોગલ.. (૨)
હદના વટેલા હાડ ના હલકા
અબળા ના આડા ફરે,
રાખજ લાજુ હે લાજાળી
મોગલ ને સમરણ કરે,
માં તો થાનક બેઠી થાય
આવી રમતા રોળી જાય
સમરથ તું સરકાર અમાણું
તું છો માને બાપ (૨)
એ હા મોગલ હા મોગલ હા મોગલ.. (૨)
કેદાન કે મારા મઢળે બેઠી જબર તું જોરાળી
માં મછરાલી દેવી દયાળી મોગલ તું સાચો ધણી
ગુના કરજે મારા માફ
માં તું દિલની છો દયાળ
સમરથ તું સરકાર અમાણું
તું છો માને બાપ (૨)
એ હા મોગલ હા મોગલ હા મોગલ..
એ હા મોગલ હા મોગલ હા મોગલ..
એ હા મોગલ હા મોગલ હા મોગલ..
www.Gujjulyricsin.Com
શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "MOGAL HUKAM NI HAKDAR LYRICS IN GUJARATI મોગલ હુકમ ની હકદાર"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.