DHANGURU DEVA MARA DHANGURU DATA LYRICS IN GUJARATI ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા
ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા
કલાકાર - બિરજુ બારોટ
તાલ - ભજન ચલતી
ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા,
મારા ગુરુજી એ શબદ સુણાવ્યો
ગુરુજી નો મહીમા પલ પલ વખાણુ ,
પ્રાયશ્ચિત સધળા જાય...
ધનગુરુ દેવા મારા ધનગુરુ...
સુતો રે જગાડયો ગુરુ એ દેશ રે દેખાડયો,
અલખ પુરુષ ઓળખાવ્યો
બુડતા રે મારા ગુરુજી એ તારયો ને ,
જમડા ને હાથે થી છોડાવ્યો...
ધનગુરુ દેવા મારા ધનગુરુ...
ગૌ દાન દેવે ભલે ને ભુમી દાન દેવેને ,
કંચન ના મહેલ લુટાવે
કાશી રે ક્ષેત્રમા જઈ ને કન્યાદાન દેવેને,
મારા ગુરુજી ની તોલે નાવે...
ધનગુરુ દેવા મારા ધનગુરુ...
ખાલ રે પડાવુ મારા શરીર તણી ને,
સોનેરી રંગે રંગાવુ રે
મોજડી સિવડાવી મારા ગુરુજી ને પહેરાવુ,
તોય મારા ગુરુજીના ગુણના તોલે ન આવું...
ધનગુરુ દેવા મારા ધનગુરુ...
સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા ને,
લખરે ચોરાશી થી છોડાવ્યો
વાઘનાથ ચરણે બોલ્યો “ રુખડીયો ”,
અમને મુક્તિ નો મારગ બતાવ્યો...
ધનગુરુ દેવા મારા ધનગુરુ...
www.Gujjulyricsin.Com
ટિપ્પણી પોસ્ટ કરો for "DHANGURU DEVA MARA DHANGURU DATA LYRICS IN GUJARATI ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.