Skip to content Skip to sidebar Skip to footer

PUTAL JANMI JAGDAMB LYRICS પુતલ જન્મી તુ જગદંબ

પુતલ જન્મી જગદંબ
કલાકાર - કશ્યપ દવે
શબ્દો - હિનાબા જાડેજા
મ્યુઝિક - અજય વાઘેશ્વરી
તાલ - ધીમી હીંચ

કપરા આ કળજુગ માં પુતલ જન્મી તુ જગદંબ
કપરા આ કળજુગ માં પુતલ જન્મી તુ જગદંબ
રાહ જોવે આ આખડી મારી કરજે ના તુ વિલંબ
હવે રાહ જોવે આ આખડી મારી કરજે ના તુ વિલંબ

ઝાડ સુનાને પાન સુના માળી સુના સમદર ના નીર
ઝાડ સુનાને ...
ઝાડ સુનાને પાન સુના માળી સુના સમદર ના નીર
ગોંદરા ની આ ગાયો સૂની જાણે વાયુ થંભી ગયા થીર
ગોંદરા ની આ ગાયો સૂની જાણે વાયુ થંભી ગયા થીર

હૈયું હેમાળો ને ભાવ નો ભારો ધરમ એનો ધબકાર
હૈયું હેમાળો..
હૈયું હેમાળો ને ભાવ નો ભારો ધરમ એનો ધબકાર
પ્રેમ ના ભાણા પીરસ્યા માળી અમી તણો ઓડકાર
પછી પ્રેમના ભાણા પીરસ્યા માળી અમી તણો ઓડકાર

દો રંગી દુનિયામાં જાણે ભારે ભાળ્યા મતભેદ
દો રંગી...
દો રંગી દુનિયામાં જાણે ભારે ભાળ્યા મતભેદ
ચિત્ત ચોટ્યું નઈ જગમાં બીજે સોનલ સાચો વેશ
ચિત્ત ચોટ્યું નઈ જગમાં બીજે સોનલ સાચો વેશ

હિના કહે મારું મન ના માને હજીયે તુ હૈયાત
લાડના ભીનો ને વાત વિસામો અંતર આતમસાદ
લાડના ભીનો ને વાત વિસામો અંતર આતમસાદ

કપરા આ કળજુગ માં પુતલ જન્મી તુ જગદંબ
કપરા આ...
રાહ જોવે આ આખડી મારી કરજે ના તુ વિલંબ
હવે રાહ જોવે આ આખડી મારી કરજે ના તુ વિલંબ
હવે રાહ જોવે આ આખડી મારી કરજે ના તુ વિલંબ

Www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "PUTAL JANMI JAGDAMB LYRICS પુતલ જન્મી તુ જગદંબ"