NUGARA KAYAM NADE LYRICS નુગરા કાયમ નડે
નુગરા કાયમ નડે
કલાકાર નું નામ - હેમંત ચૌહાણ
શબ્દો - પ્રાચીન ભજન
(સાખી 1 )
હે જી સુગરા મળેતો શાંતિ મળે
આ નોંધ થાય અપાર
નુગરા મળેતો શાંતિ હરે
અરે ભાઈ સુખની ન થાય સવાર
(સાખી 2 )
હે જી નુગરાથી નેડો લગાડી
પસ્તાઇસ પારાવાસ
નટવર કે ઇ નડશે કાયમ
અરે ભાઈ ખૂટલ રાખશે ખાલ
હે નુગરા કાયમ નડે સંતો ભાઈ
ગુરુ વિનાના ગોથા ખાવે હા હા હા
વાદ વિવાદ માં લડે સંતો ભાઈ
નુગરા કાયમ નડે રે
સવારથ હોય તો છેટા ખસે નઈ
પગમાં આવીને પડે રે
વજૂદ વગર ની વાતું કરે રે હા હા હા
મનડું નઈ જેનું ધડે
નુગરા કાયમ નડે રે
હે ખાઈ નઇને ખવરાવે નહિ
કણ કોઠારે ચડે રે હો ઓ ઓ જી
વાણીમાં ઇતો વિવેક ના રાખે હા હા હા
ચડાઈવા ચાલે ચળે
નુગરા કાયમ નડે રે
હે પાર ઉચો થઈ જાણે નહિને
આભે જઈને અડે રે
નટવર જાની કહે નક્કી રે જાણજો
નટવર જાની કહે હા હા હા
નુગરા કાયમ રડે રે
હે નુગરા કાયમ નડે સંતો ભાઈ
ગુરુ વિનાના ગોથા ખાવે હા હા હા
વાદ વિવાદ માં લડે સંતો ભાઈ
નુગરા કાયમ નડે રે
www.Gujjulyricsin.com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે
નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "NUGARA KAYAM NADE LYRICS નુગરા કાયમ નડે"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.