Skip to content Skip to sidebar Skip to footer

Ganpatini Arti Lyrics In Gujarati ગણપતિની આરતી ગુજરાતીમાં

ગણપતિની આરતી ગુજરાતીમાં
કલાકાર - રાજશ્રી ભાર્ગવ , શ્રીજુદાન ગઢવી
શબ્દો - પ્રાચીન શબ્દો
મ્યુઝિક - જોરાવર સિંઘ
તાલ - આરતી , કેહરવા

જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા
પ્રેમ થકી પ્રભુ તારી પ્રેમ થકી પ્રભુ તારી કરીયે નિત્ય સેવા
ઓમ જય ગણપતિ દેવા

વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખ દાતા પ્રભુ શંભુ સુખ દાતા
પ્રથમ તમારૂ પુંજન પ્રથમ તમારૂ પુંજન કરીયે વિભુત્રનતા
ઓમ જય ગણપતિ દેવા

શુક્લ ચતુર્થી તિથિ માસ ભાદ્રવો પ્રભુ માસ ભાદ્રવો
સકળ ભક્તોના સ્નેહી સકળ ભક્તોના સ્નેહી ઉત્સવ આદરવો
ઓમ જય ગણપતિ દેવા

ભાવ ધરી પ્રભુ તારી આરતી ઉતારૂ પ્રભુ આરતી ઉતારૂ
બિન કર જોડી વિનવું બિન કર જોડી વિનવું કરો સૌનુ સારૂ
ઓમ જય ગણપતિ દેવા

વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે ભાવે ગાશે
ઉમા વચન પ્રતાપે ઉમા વચન પ્રતાપે સુખ સંપત્તિ પાશે
હર કૈલાસે જશે
ઓમ જય ગણપતિ દેવા

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Ganpatini Arti Lyrics In Gujarati ગણપતિની આરતી ગુજરાતીમાં"