Skip to content Skip to sidebar Skip to footer

PRATHAM PAHELA PUJA TAMARI GANPATI BHAJAN LYRICS પ્રથમ પહેલા પૂજા તમારી

પ્રથમ પહેલા પૂજા તમારી
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો -  પ્રાચીન ભજન
તાલ - ઠેકા , ચલતી

(સાખી)
દુંદાળો દુઃખ  ભંજણો
અને સદાયે બાળે વેશ
પરથમ પહેલા સમરિયે
હો શ્રી ગૌરીનંદ ગણેશ

પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન

કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા ગજાનન
પ્રથમ પહેલા….

પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા,
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….

સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથી ગણેશા
હે જી સર્વ સ્થળે સરવાળા
પ્રથમ પહેલા...

અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા હરો , સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….

જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો ને હરવાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા ઉરમાં કરો અજવાળા
પ્રથમ પહેલા…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "PRATHAM PAHELA PUJA TAMARI GANPATI BHAJAN LYRICS પ્રથમ પહેલા પૂજા તમારી"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.