Skip to content Skip to sidebar Skip to footer

HE JAG JANANI HE JAG DAMBA LYRICS IN GUJARATI હે જગ જનની હે જગદંબા

હે જગ જનની હે જગદંબા
કલાકાર - પાર્થિવ ગોહિલ
શબ્દો - અજાણીતા
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
તાલ - ઠેકા , ચલતી

(સાખી)
ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત
વીસ હતી હંસ વાહિની માતા દેહુ સૂમર
અરજ સુણી ને અમતણી હે ભગવતી કેજો ભેદ
હે દૈત્ય વીહારિણી દેવીઓ માતા કરજો મેર

હે જગ જનની હે જગદંબા
માત ભવાની શરણે લેજે
હે જગ જનની હે જગદંબા
આધશક્તિ આદી અનાદી
અરજી અંબા તું ઉરમા ધરજે
હે જગ જનની હે જગદંબા..

હોય ભલે દુખ મેરુ સરીખુ
રંજ એનો ન થવા દેજે
રજ સરીખુ દુખ જોય બિજાનુ
મને રોવા ને બે આંશુ દેજે
હે જગ જનની હે જગદંબા..

આત્મા કોઈ નો આનંદ પામે
ભલે ને સંતાપે મુજ આતમ ને
આનંદ એનો અખંડ રેજો
કંટક દે મને પુષ્પો એને દેજે
હે જગ જનની હે જગદંબા..

ધુપ બનુ સુગંધ તુ લેજે
મને રાખ બનીને ઉડી જાવા દેજે
બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
જીવન મારુ તું સુગંધિત કરજે
હે જગ જનની હે જગદંબા..

કોઈ ના તીર નુ નીશાન બનીને
દિલ મારું તું વિંધાવા દેજે
ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
મને ઘાયલ થઈ પડી રેવા દેજે
હે જગ જનની હે જગદંબા..

દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
દુનિયા ના દુખ સહેવા દેજે
શાંતિ દુર્લભ તારા શરણે
હે માં તું મને ખોળે લેજે
હે જગ જનની હે જગદંબા..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "HE JAG JANANI HE JAG DAMBA LYRICS IN GUJARATI હે જગ જનની હે જગદંબા"