Skip to content Skip to sidebar Skip to footer

PANCH TATV NU AA ZUPDU LYRICS પંચ તત્વ નું આ ઝૂપડું

પંચ તત્વ નું આ ઝૂપડું
કલાકાર - મથુરભાઈ કણઝરીયા
શબ્દો - અતુલ ભટ્ટી
મ્યુઝીક - પંકજ ભટ્ટ
તાલ - હીંચ , એક તાલી , ગરબા

પંચ તત્વ નું આ ઝૂપડું
એમાં બેઠા જીવરામ
ઓથ કે ઓવારો કાઈ નથી રે
તમે ધોકા ન ખાસો જરાય
પંચ તત્વ નું આ ઝૂપડું

પંચ ઇન્દ્રી ને લેજો ધ્યાનમાં
ઢીલી મુકજો માં લગામ
વચમાં વિઘન આવશે મોટા
તમે ધોકા ન ખાસો જરાય
પંચ તત્વ નું આ ઝૂપડું

લખચોરાસી માંથી આવિયો
કેમ ભૂલે છે ભાન
જીવન મળ્યું છે જીવી જાણો
તમે ધોકા ન ખાસો જરાય
પંચ તત્વ નું આ ઝૂપડું

જેણે જીવન માં જેવું કર્યું
એને એવું દેખાય
પાછળ ની વાત છોડો દાસ બાબુ કહે
તમે ધોકા ન ખાસો જરાય
પંચ તત્વ નું આ ઝૂપડું

પંચ તત્વ નું આ ઝૂપડું
એમાં બેઠા જીવરામ
ઓથ કે ઓવારો કાઈ નથી રે
તમે ધોકા ન ખાસો જરાય
પંચ તત્વ નું આ ઝૂપડું

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "PANCH TATV NU AA ZUPDU LYRICS પંચ તત્વ નું આ ઝૂપડું"